
Ahmedabad News: ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા ગત 9 નવેમ્બરના રોજ ત્રણ શંકાસ્પદ ISIS સાથે જોડાયેલા આતંકીઓની ધરપકડ કરી હતી. ત્યારે હવે આતંકીઓની તપાસ દરમિયાન કેટલાક ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. જેમાં ISISનો ઝંડો, એન્ક્રિપ્ટેડ ડિજિટલ કોમ્યુનિકેશન મેન્યુઅલ અને ગુપ્ત હિલચાલના CCTV ફૂટેજ સહિત ગુનાહિત પુરાવાઓ મળી આવ્યા હતા. આતંકી ડો. અહેમદને ભારતમાં ખૂબ મોટી ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર રચ્યું હતું. માત્ર એટલું જ નહીં, હરિદ્વારનાં મંદિરોમાં રેકી પણ કરી હતી.
