કડી: હોમવર્ક ન લાવતા શિક્ષકે લાફા મારી સજા કરતા વિદ્યાર્થીએ સ્કૂલના બીજા માળેથી છલાંગ લગાવી

📅 Published: November 21, 2025 | 📂 Category: Uncategorized


Kadi News:  કડીમાં આવેલી હોલી ફેમિલી સ્કૂલમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. માત્ર હોમવર્ક ન લાવવા જેવી બાબતે શિક્ષકો દ્વારા ધોરણ-6 ના વિદ્યાર્થીને માર મારી ક્લાસની બહાર કાઢી મૂકતા અપમાનિત થયેલા વિદ્યાર્થીએ સ્કૂલના બીજા માળેથી પડતું મૂકીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનામાં વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હોલી ફેમિલી સ્કૂલમાં ધોરણ-6માં અભ્યાસ કરતો જીગ્નેશભાઈનો પુત્ર સ્કૂલમાં હોમવર્ક લઈને ગયો ન હતો. બુધવારે (19 નવેમ્બરે) શિક્ષિકાએ તેને બીજા પિરિયડમાં ચાર લાફા મારીને સજા રૂપે કલાસરૂમની બહાર બેસાડી દીધો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *