
Girnar Competition: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા 14થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક દિવસીય સ્પર્ધા જાન્યુઆરી 2026માં જૂનાગઢ ખાતે આવેલા ગિરનાર પર્વત પર યોજવામાં આવશે.
અરજી માટેની મહત્ત્વની વિગતો
આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા યુવક-યુવતીઓ 31મી ડિસેમ્બર 2025ના રોજ 14 થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેમણે પોતાના જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી અરજી ફાર્મ મેળવી સંપૂર્ણ વિગતો ભરીને જરૂરી આધાર-પુરાવા સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જૂનાગઢ ખાતે 30મી નવેમ્બર 2025 સુધીમાં મોકલી આપવાનું રહેશે.
