
Tana-Riri Festival : ગુજરાતના સંગીત ઇતિહાસમાં અમર બનેલી બહેનો તાના અને રીરીની સ્મૃતિમાં મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બે દિવસીય તાના-રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવનો શુભારંભ આવતીકાલે (22 નવેમ્બર) મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.આ મહોત્સવમાં દેશના સુપ્રસિદ્ધ કલાકારો શાસ્ત્રીય સંગીત, વાદન અને લોકસંગીતની પ્રસ્તુતિ કરીને વડનગરની ઐતિહાસિક સંગીત પરંપરાને જીવંત રાખશે.
કલાપિની કોમકલીને ‘તાના-રીરી સંગીત સન્માન’
સંગીત કલાને બિરદાવતા ‘તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ’ની આ વર્ષે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા સુશ્રી કલાપિની કોમકલીને પ્રદાન કરવામાં આવશે.
