
Donald Trump News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સૌથી મોટા ટીકાકારોમાંના એક, ન્યૂયોર્કના નવા ચુંટાયેલા મેયર ઝોહરાન મમદાની વચ્ચે શુક્રવારે વ્હાઇટ હાઉસમાં થયેલી મુલાકાત અપેક્ષાઓથી તદ્દન વિપરીત અને અત્યંત સકારાત્મક રહી. જે ટ્રમ્પે અગાઉ મમદાનીને જાહેરમાં ‘વામપંથી પાગલ’ જેવા ઉપનામો આપ્યા હતા, તેમણે જ ઓવલ ઓફિસમાં મમદાનીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને અનેક મુદ્દાઓ પર સહમતિ પણ દર્શાવી.
ટ્રમ્પનું બદલાયેલું વલણ, મદદનું આપ્યું વચન
અગાઉ મમદાનીના ચૂંટાવા પર ન્યૂયોર્કનું ફંડિંગ રોકી દેવાની ધમકી આપનાર ડોનાલ્ડ ટ્રમ્પે હવે કહ્યું છે કે તેઓ ન્યૂયોર્કને એક મજબૂત અને સુરક્ષિત શહેર બનાવવામાં નવા મેયરની સંપૂર્ણ મદદ કરશે. ટ્રમ્પે કહ્યું, “અમે મમદાનીની મદદ કરીશું, જેથી દરેકનું સ્વપ્ન સાકાર થઈ શકે, એક મજબૂત અને સુરક્ષિત ન્યૂયોર્કનું નિર્માણ થઈ શકે.
