
TMC MLA Humayun Kabir on Babri Masjid : પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણની તૈયારીઓ ચાલી રહી છે, જેને લઈને તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના ધારાસભ્ય હુમાયૂ કબીરના નિવેદન પર હોબાળો મચી ગયો છે. ટીએમસીના આ ધારાસભ્યએ મુર્શિદાબાદમાં 6 ડિસેમ્બરના રોજ બાબરી મસ્જિદની આધારશિલા રાખવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે આ તારીખ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સ્થિત બાબરી મસ્જિદના વિધ્વંસની વર્ષગાંઠ છે. ભરતપુરથી ચૂંટાયેલા આ ધારાસભ્યએ ગયા વર્ષે જ આ મસ્જિદ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
મસ્જિદના બાંધકામને પૂર્ણ થવામાં ત્રણ વર્ષનો સમય લાગશે
