
BLO faints on duty Vadodara: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભોજ ગામે આજે સવારે મતદાર યાદી સુધારણાની કામગીરી દરમિયાન એક ચિંતાજનક ઘટના બની હતી. ફરજ બજાવતા બ્લોક લેવલ ઓફિસર (BLO)ની તબિયત અચાનક લથડતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર BLO ભોજ ગામમાં પોતાની નિયત ફરજ બજાવી રહ્યા હતા. તેઓ મતદાર યાદીની ચકાસણી માટે ડોર ટુ ડોર કામગીરી કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક તેમને ચક્કર આવ્યા હતા અને તેઓ ત્યાં જ જમીન પર બેસી ગયા હતા. આ બનાવને પગલે સાથે રહેલા સહકર્મીઓ અને સ્થાનિક ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ હતી.
