
Bharuch News: ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદને જોડતા ઢાઢર નદી પરના મહત્ત્વના બ્રિજ પર આજથી (22મી નવેમ્બર) લોડ ટેસ્ટિંગનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. બ્રિજની સલામતી અને તેની વર્તમાન વહન ક્ષમતાની ચકાસણી કરવી જરૂરી હોવાથી, આ બ્રિજને 22મી નવેમ્બરથી 24મી નવેમ્બર સુધી વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે.
મુસાફરો અને વેપારીઓને હાલાકી
બ્રિજ બંધ રહેવાના કારણે બંને શહેરો વચ્ચે રોજબરોજ મુસાફરી કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. આમોદ અને જંબુસર વચ્ચેનો સીધો સંપર્ક તાત્કાલિક ધોરણે તૂટ્યો છે.
