
Appointment letters distribution Gujarat : રાજ્યના 4473 યુવાનો માટે આજનો દિવસ મહત્ત્વનો સાબિત થયો છે. સરકારી ભરતી પ્રક્રિયાની લાંબી રાહ જોયા બાદ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે શનિવારે યોજાયેલા ભવ્ય સમારોહમાં રાજ્યના 4,473 જેટલા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ મેગા ભરતી અભિયાન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ ભરતી પ્રક્રિયાને પૂર્ણ થતા એકથી બે વર્ષનો સમયગાળો લાગ્યો છે.
વર્ગ-3ની વિવિધ પોસ્ટ પર નિમણૂકો
