જામનગર મનપાની ફૂડ શાખાની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના 15 જેટલા ખાણીપીણીના એકમોમાં તપાસ કરવામાં આવી. જેમાં તીનબત્તી, કાલાવડ નાકા અને હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં 13 નોનવેજ રેસ્ટોરન્ટની સઘન ચકાસણી કરાઇ છે. ગંદકી અને સફાઈના અભાવે એક રેસ્ટોરન્ટનું વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરાવાયું, અન્ય એકને નોટિસ અપાઇ છે. ફૂડ ઝોન અને બેકરી સહિતના એકમોમાંથી અંદાજે રૂ. 2,460ની કિંમતનો કુલ 19.6 કિલો અખાદ્ય ખોરાક નાશ કરાયો છે. ખાદ્યપદાર્થોના 4 શંકાસ્પદ નમૂના લઈ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે.
જામનગર મનપાની ફૂડ શાખાની મોટી કાર્યવાહી:શહેરના 15 જેટલા ખાણીપીણીના એકમોમાં તપાસ, 2,460ની કિંમતનો કુલ 19.6 કિલો અખાદ્ય ખોરાક નાશ કરાયો
📅 Published: November 26, 2026 |
📂 Category: gujarati-news
