અમદાવાદ, શનિવાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં આસીસટન્ટ એસ્ટેટ ઓફિસર, ઇન્સ્પેક્ટર અને સહાયક સબ ઇન્સ્પેક્ટરની કુલ ૭૮ જેટલી જગ્યા ભરવા માટેની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ, આ ભરતી જાહેરાત વિવાદમાં આવી છે. આ જાહેરાત અંગે વાંધા અરજી કરવામાં આવી છે. જેેમાં જણાવવામં આવ્યું છે કે આ જાહેરાત પહેલા ત્રણેય પોસ્ટ માટે આવેલી ભરતીની જાહેરાતમાં ઉમેદવારને ત્રણ થી પાંચ વર્ષનો અનુભવ ફરજિયાત હતો. પરંતુ, નવી જાહેરાતમાં કોઇપણ અનુભવ જરૂરી નથી કરાયો. તેમજ અતિમહત્વની જવાબદારી ધરાવતા ઉમેદવારની પસંદગી થાય તો મોટો વિવાદ થવાની શક્યતા છે.
