
Delhi news : રાજધાની દિલ્હીમાં વહીવટી વ્યવસ્થાને વધુ સુવિધાજનક અને લોકો માટે સરળ બનાવવાના હેતુથી દિલ્હી સરકાર મહેસૂલી જિલ્લાઓની સીમામાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. નવા પ્રસ્તાવ મુજબ, દિલ્હીમાં હવે 11ને બદલે 13 જિલ્લા અને 33ને બદલે 39 પેટા-વિભાગ (Sub Division) હશે. નવા જિલ્લાઓનું સીમાંકન મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝોન મુજબ કરવામાં આવ્યું છે.
શા માટે કરવામાં આવી રહ્યો છે આ ફેરફાર?
સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી સરકારની કેબિનેટે આ પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં તેને ઉપરાજ્યપાલ પાસે અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવશે.
