
Petrol-Diesel Vehicles Ban For Delivery Partners In NCR : નોઈડા રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર(NCR)માં વધતાં પ્રદૂષણના નિયંત્રણ કરવા માટે અને હવાની ગુણવત્તામાં સુધારો કરવાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવા ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ(CAQM)એ આદેશ કર્યો છે કે, નોઈડા અને ગ્રેટર નોઈડામાં ઈ-કોર્મસ અને ઓનલાઈન ડિલિવરી સેવામાં પેટ્રોલ અને ડીઝલની ગાડીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે આગામી 1 જાન્યુઆરી, 2026થી લાગુ થશે. આ પછી કોઈપણ ડિલિવરી કંપનીના પેટ્રોલ-ડીઝલ વાળી બાઈક, સ્કૂટર, ઓટો સહિતના (LCV/LGV) વાહનોનો ઉપગોય કરવાની અનુમતિ નહીં અપાઈ.
ફક્ત ‘ક્લિન ફ્યૂલ’ પર ચલાવવાની મંજૂરી
