
– રાજકોટમાં રહસ્યના આટાપાટા સર્જતી ઘટના
– તીક્ષ્ણ હથિયારના ઝનૂનથી ઘા ઝીંકાતાં ખોપડી ફાટી ગઈ અને કાન કપાઈ ગયો, ભેદ ઉકેલવા ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસની ટીમોની દોડધામ
રાજકોટ: શહેરમાં દિવાળીના તહેવારોથી શરૂ થયેલો હત્યાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ભગવતીપરા કોપર ગ્રીનસિટીમાં બ્લોક નં.૧૬માં રહેતી સ્નેહા ઉર્ફે સેવું હિતેષભાઈ આસોડિયા નામની ૩૩ વર્ષની પરિણીતા ગઈકાલે સાંજે ઘરેથી પાણીપુરી ખાવા જાઉ છું તેમ કહી નીકળી ગયા બાદ લાપત્તા બની ગઈ હતી. આજે સવારે તેની ઘર નજીક અવાવરૂ જગ્યાએથી માથું ફાડી ઘાતકી રીતે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.
