
New York Mayor Mamdani: ન્યૂયોર્ક શહેરમાં નવા મેયર ઝોહરાન મમદાની અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે (21 નવેમ્બર) વ્હાઇટ હાઉસમાં પહેલીવાર આમને-સામને બેઠક કરી હતી. બંને વચ્ચેની વાતચીતની શરૂઆત ખૂબ જ સારી રીતે થઈ હતી, પરંતુ મમદાનીએ પોતાની પહેલાની ટીકાઓથી પીછેહઠ ન કરી. શનિવારે (22 નવેમ્બર) એક પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતા મમદાનીએ કહ્યું કે, ‘મને હજુ પણ લાગે છે કે, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક ‘ફાસીવાદી’ અને ‘નિરંકુશ શાસક’ છે.’
આ બેઠક એક કડવા પ્રચાર સિઝન બાદ થઈ, જેમાં બંને બાજુથી પર્સનલ એટેક થયા હતા.
