
Ahmedabad News: અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી ચંદ્રનગર સોસાયટીમાં સોમવારે (24 નવેમ્બર) વહેલી સવારે ગભરાટનો માહોલ સર્જાયો હતો. ભારતના સૌથી ઝેરી સાપો પૈકીના એક એવો ‘રસલ વાઇપર’ (Russell’s Viper) સાપ સોસાયટીના કોમન પ્લોટમાં આવી ચઢ્યો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભય ફેલાયો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદમાં 3000 કિ.મી.ના રસ્તા ઉપર 4000થી વધુ સ્પીડબ્રેકર!
