
UP Jaunpur shocking incident : ઉત્તર પ્રદેશના જૌનપુરમાં કળિયુગી પુત્રની નિષ્ઠુરતા જોઈ વૃદ્ધાશ્રમ ચલાવતા લોકો અચંબિત થઈ ગયા. મૂળ ગોરખપુરના શોભાદેવી જૌનપુરના વૃદ્ધાશ્રમ રહેતા હતા. બીમારીના કારણે તેમનું નિધન થયું. જ્યારે આ સમાચાર આપવા પુત્રનો સંપર્ક કરાયો તો તેણે જવાબ આપ્યો કે મૃતદેહ ચાર દિવસ ડીપ ફ્રીઝરમાં મૂકી દો. અમારા ઘરમાં લગ્ન પ્રસંગ છે. જો મૃતદેહ ઘરમાં લાવીશું તો અપશુકન થશે.
