
– કેનેડા ભારતને યુરેનિયમ આપવા સંમત
– બંને દેશો વચ્ચે કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ થયા : તે પ્રમાણે ટેકનોલોજીની પણ આપ-લે થશે : ખાલિસ્તાનીઓને કાર્ની અંકુશમાં રાખશે
જોહાનિસબર્ગ : જી-૨૦ દેશોની અહીં ચાલી રહેલી મંત્રણા રવિવારે સંપન્ન થઈ. તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક-કાર્ની વચ્ચે સઘન મંત્રણાઓ થઈ હતી. તેમજ એક મહત્વનો મુદ્દો તે હતો કે, કેનેડા તેના નાગરિકત્વ ધારામાં સુધારો કરી જે દંપતિ૩ વર્ષ સુધી કેનેડામાં રહ્યું હોય તેનાં બાળકોને આપોઆપ કેનેડાનું નાગરિકત્વ મળી જશે. પરંતુ તેથીએ મહત્વના કારારો તો બંને દેશો વચ્ચે આર્થિક ક્ષેત્રે થયા.
