
– પાડોશી દેશ કોલંબિયાના પ્રમુખ ગુસ્તાવો પેટ્રોએ કહ્યું : આ રીતે કોઈ દેશને રૂંધવો તે માનવજાત સામેનો અપરાધ છે
કારાકાસ : મોટા ભાગની ગ્લોબલ એરલાઇન્સે વેનેઝૂએલા જતી ફલાઇટસ કેન્સલ કરી છે. અમેરિકાના ફેડરલ એવીએશન એડમિનિસ્ટ્રેશને પાયલોટસને વેનેઝૂએલા એર સ્પેસ પાસે પણ નહીં જવા કહી દીધું છે, કારણ કે તે વિસ્તારમાં લશ્કરી પ્રવૃત્તિઓ વધી રહી છે, તેથી સલામતી જોખમાઇ જાય તેમ છે.
બીજી તરફ એરલાઇન્સ એસોસિએશન ઓફ વેનેઝૂએલાના પ્રમુખ મેરીસેલો દ લોયેઝીએ પત્રકારોને જણાવ્યું હતું કે છ વિમાન સેવાઓ, ટીએપી, એલએટીએમ, એવીએન્કા આઇબેરિયા, ગોલ અને કેરીબિયન એરલાઇન્સે નવેમ્બર ૨૪ થી ૨૮ સુધી તેમની ફલાઇટસ વેનેઝૂએલા જવા માટે રદ્દ કરી છે. હવે તેમાં ટર્કીશ એરલાઇન્સ પણ જોડાઈ છે.
