
નવી દિલ્હી,૨૪ સપ્ટેમ્બર,૨૦૨૫,સોમવાર
ભારતના અકબંધ ભાગ ગણાતા અરુણાચલપ્રદેશ માટે ચીનનો હંમેશા દાવો અને ડોળો રહયો છે તેની હકિકત અરુણાચલ પ્રદેશની મહિલાને શાંઘાઇ એરપોર્ટ પર ૧૮ કલાક બેસાડતા પ્રકાશમાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર ચીની અધિકારીઓએ ભારતીય પાસપોર્ટ માનવામાં ઇન્કાર કરી દીધો હતો. ઉપરાંત શાંઘાઇના પુડોંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ૧૮ કલાક સુધી અટકાવી હતી.
સોશિયલ મીડિયા એકસ પરની એક પોસ્ટમાં જણાવ્યા અનુસાર યુકેમાં રહેતી અરુણાચલપ્રદેશ મૂળની મહિલા પેમ વાંગ થોંગડોકે પોતાને થયેલો કડવો અનુભવ શેર કર્યો છે.
