અમદાવાદ, સોમવાર
અમદાવાદ ફાયર બ્રિગેડના નિવૃત ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને ફોન કરીને તેમના પર મની લોન્ડરીંગનો કેસ થયાનું કહીને અલગ અલગ એજન્સીના નામે ધમકી આપીને તપાસનું કહી ડીજીટલ એરેસ્ટ કરીને ૨૧ લાખ રૂપિયા પડાવવામાં આવ્યાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધવામાં આવી છે.
મણિનગર હરીહર સોસાયટીમાં આવેલા વ્રજભુમી એપાર્ટમેન્ટમાં રહેતા ૭૮ વર્ષીય બળદેવભાઇ પટેલ અમદાવાદ ફાયર બ્રિગેડમાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા અને હાલ નિવૃત જીવન પસાર કરે છે. તેમને થોડા મહિના પહેલા અજાણ્યા નંબરથી વોટ્સએપ પર વિડીયો કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ પોતાની ઓળખ મુંબઇ ક્રાઇમબ્રાંચના પીઆઇની આપી હતી અને જણાવ્યું હતુ કે સ્પાઇસ જેટના માલિકના ઘરેથી દરોડામાં તમારા આધાર કાર્ડ મળી આવ્યા છે અને મની લોન્ડરીંગનો કેસ થયો છે. જેથી તમને ૯૦ દિવસ સુધી એરેસ્ટ રાખવાના છે.
