વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચાઈનીઝ (પ્લાસ્ટિકની માંજા) દોરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન રૂ. 17 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ સાથે આ કાર્યવાહીમાં એક શખસને ઝડપી સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચન પોલીસ ઇન્સ્પેક્ટર કે આર સિસોદીયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી કે ભૂતની ટીમ સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ બાતમીન આધારે એક ટેમ્પોમાં ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો ભરીને સમીયાલાથી સાવલી તરફ આવી રહ્યો છે. જે બાતમીના આધારે એલસીબીની ટીમે કરચીયા ગામની સીમમાં ઔરા લાઈફકેર કંપની સામેના રોડ પર નાકાબંધી કરી વાહનને રોક્યું હતું. ચેકિંગ દરમિયાન ટેમ્પામાંથી પ્લાસ્ટિકની ચાઈનીઝ માંજાના 2700 રીલ (બોબીન) મળી આવ્યા હતા, જેની કુલ કિંમત રૂ.12,06,000 તથા ટેમ્પાની કિંમત રૂ. 5,00,000 મળીને કુલ રૂ.17,06,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં આરોપી બાદરૂ બાબુભાઈ મેડા (ઉં.વ. 35, રહે. ખાનાપરા, પોસ્ટ મોકમપરા, તા. કુશલગઢ, જિ. બાંસવાડા, રાજસ્થાન)ને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઉત્તરાયણ પહેલાં જ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો:લોકલ ક્રાઈમ બ્રાન્ચે 12 લાખની દોરી 2700 રીલ સાથે એક શખસને ઝડપી પાડ્યો
📅 Published: November 17, 2025 |
📂 Category: Uncategorized
