ટેક્સ બચાવવા લોકો દ્વારા ચોક્કસ પાર્ટીઓને ડોનેશન આપી પાર્ટી પાસેથી કમિશન બાદની રકમ પર મેળવી રહ્યા હોવાની હકીકતના પગલે આયકર વિભાગના અધિકારીઓએ અમદાવાદ અને ગાંધીનગરની 25 પ્રિમાઇસીસ સહિત ગુજરાતભરમાં 32 પ્રિમાઇસીસ પર દરોડા પાડીને કામગીરી શરૂ કરી હતી. જે પૈકી મોટા ભાગની પ્રિમાઇસીસમાં દરોડા બાદ નિવેદન લેવાની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ બિલ્ડરની જુદી જુદી પ્રિમાઇસીસ પરના દરોડામાં ડિપાર્ટમેન્ટને ઘણી વિગતો મળી છે. ગુજરાતમાં દરોડા બાદ હવે ડિપાર્ટમેન્ટ દ્વારા દેશભરમાં રાજકીય પાર્ટીઓ પર દરોડા પડે તેવી સંભાવનાને લઇને સંચાલકો દોડતા થઇ ગયા છે. રાજકીય પાર્ટીઓની ઓફિસોની વિગતો એકત્રિત કરાઈ
શહેરના પોશ વિસ્તાર ઉપરાંત કોટ વિસ્તારમાં અને પોળો તથા શેરીઓમાં ચાલતી રાજકીય પાર્ટીઓની ઓફિસોની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. હાલમાં જે પાર્ટીઓની ઓફિસોમાં ઇનકમ ટેક્સની તપાસ ચાલી રહી છે. તે ઉપરાંત ઘણી પ્રિમાઇસીસન વિગતો ડિપાર્ટમેન્ટ પાસે નહિ હોવાથી તેની હાલ વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. બિલ્ડરને ત્યાં દરોડામાં દસ્તાવેજો અને વ્યવહારોની વિગતો મળી
બીજી તરફ અમદાવાદના બિલ્ડરને ત્યાં ચાલી રહેલા દરોડામાં પણ ઘણા દસ્તાવેજો અને વ્યવહારોની વિગતો મળી છે. હવે બિલ્ડર સાથે સંકળાયેલા લોકોની પણ તપાસ કરવામાં આવશે. આયકર વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાષ્ટ્રવ્યાપી દરોડાની કામગીરી કરવામાં આવે તેવી સંભાવના જોવા મળી રહી છે.
ગુજરાત બાદ રાજકીય પાર્ટીઓના ફંડિંગની દેશભરમાં તપાસ શરૂ થવાની સંભાવના:બિલ્ડરને ત્યાં ચાલતા દરોડામાં દસ્તાવેજો અને વ્યવહારોની વિગતો મળી
📅 Published: November 17, 2025 |
📂 Category: Uncategorized
