પ્રવાસીઓને હેરાનગતિ:કવાંટના તુરખેડા સુધી પહોંચવાનો રસ્તો ખરાબ થતાં પ્રવાસીઓને ભારે મુશ્કેલી

📅 Published: November 17, 2025 | 📂 Category: Uncategorized

કવાંટ તાલુકામાં આવેલું તુરખેડા ગામ કુદરતી સૌંદર્યથી શોભતું હિલ સ્ટેશન જેવી ઠંડક અને હરિયાળી ધરાવે છે. ગામની આસપાસ પહાડી વિસ્તારો, ઝરણા અને ઘન ઝાડોની હરિયાળી પ્રવાસીઓનું મન મોહી લે છે. વાંકાચૂકા માર્ગોથી પસાર થઈ અહીં પહોંચતા પ્રવાસીઓ કુદરતી શાંતિનો અભૂતપૂર્વ અનુભવ કરે છે. પરંતુ ગામ સુધી પહોંચવાનો રસ્તો અત્યંત ખરાબ હાલતમાં હોવાને કારણે આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વરસાદી મોસમ બાદ કાચા રસ્તા પર મોટા ખાડા અને મોટી કપચી કારણે વાહનચાલકોને જોખમ ભર્યું પ્રવાસ કરવો પડે છે. સ્થાનિક લોકો અનુસાર અનેક વખત માર્ગ સુધારણા માટે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ ઠોસ કામગીરી કરાઇ નથી. પ્રવાસન વિકાસ માટે તુરખેડા ગામ પાસે વિશાળ સંભાવનાઓ હોવા છતાં માર્ગ વ્યવસ્થાની અછતથી સંખ્યા ઘટાડે છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *