હિંમતનગરના સાબર સ્ટેડિયમમાં સાંસદ શોભનાબેન બારૈયા તેમજ રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ- 2025 નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે સાંસદ ખેલ મહોત્સવ – 2025 યુવાનોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ, તંદુરસ્ત જીવનશૈલી અને સકારાત્મક ઊર્જા વધારવા માટે એક મહત્વપૂર્ણ મંચ છે. રમતગમત સ્પર્ધા માત્ર જીત-હારનો પ્રશ્ન નથી, પરંતુ શિસ્ત, ટીમવર્ક, આત્મવિશ્વાસ અને સંકલ્પશક્તિ જેવા જીવન મૂલ્યોનું સંચય કરાવતી જીવનશાળા છે. વધુમાં વધુ યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ આવે અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્ રીય મંચે નામ રોશન કરે એ માટે આવી પહેલો અત્યંત પ્રેરણાદાયી છે. આ કાર્યક્રમમાં હિંમતનગર ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા રમત ગમત અધિકારી મહેશ ચૌધરી, જિલ્લા રમત વિકાસ અધિકારી ત્રિવેણી સરવૈયા સહિત સાબરકાંઠા વ્યાયામ મંડળના શિક્ષકો, ડિસ્ટ્રિક્ટ કોચ સહિત રમતવીરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સાબર સ્ટેડિયમમાં સાંસદ ખેલ મહોત્સવ:સાંસદ ખેલ મહોત્સવ યુવાનોમાં રમતગમત પ્રત્યે શિસ્ત વધારવાનું મંચ છે : સાંસદ
📅 Published: November 17, 2025 |
📂 Category: Uncategorized
