ધાનપુર તાલુકાના એક ગામમાં સગીરાની સાથે થયેલા ગંભીર ગુનાએ ચકચાર મચાવી છે. ગામના જ એક યુવકે તા. 30 ઓક્ટોબર, 2025ના રોજ સવારે અંદાજે સાત વાગ્યાના અરસામાં 17 વર્ષ 5 મહિનાની કિશોરીને લલચાવી–ફોસલાવી અપહરણ કરી ભાગે લઈ ગયો હતો. યુવકે કિશોરીને પોતાની પત્ની તરીકે રાખવાની વાત કરીઅજાણી જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. બાદ યુવક અને કિશોરી બંને ગામના જ હોવાને કારણે યુવકના પિતાએ સગીરાના પિતાને સમજાવટ કરી હતી કે દીકરી મળી આવે તો પરત સોંપી દેવામાં આવશે. પરંતુ કિશોરી પાછી મળ્યા પછી તેણે પોતાના પર થયેલા અત્યાચારની વિગત વાલીજનોને જણાવી હતી. ત્યારબાદ સગીરાના પિતાએ તમામ ઘટનાની ધાનપુર પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે સગીરાના નિવેદનના આધારે યુવક વિરુદ્ધ અપહરણ, સગીરાને લઇ જઈ અનૈતિક કાર્ય અને દુષ્કર્મ સહિતની ધારાઓ હેઠળ ગંભીર ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
ગામના યુવકે લલચાવી કિશોરી પર અત્યાચાર કર્યો:ધાનપુર તાલુકામાં સગીરાનું અપહરણ કરી યુવક દ્વારા દુષ્કર્મ
📅 Published: November 17, 2025 |
📂 Category: Uncategorized
