સિંગવડ તાલુકામાં કોળી કર્મચારી મંડળ દ્વારા આયોજિત તૃતિય તેજસ્વી વિદ્યાર્થી સરસ્વતી સન્માન અને સમાજરત્ન સન્માન સમારંભ–૨૦૨૫ ભવ્ય રીતે યોજાયો. આ સમારંભમાં સિંગવડ, લીમખેડા અને સંજેલી તાલુકાના ઉત્તમ માર્ક્સ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓ તથા વિવિધ સરકારી વિભાગોમાં નવી નિમણૂક થયેલા યુવા કર્મચારીઓનું સન્માન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન કોળી સમાજના આગેવાનો દ્વારા સમાજમાં વધતા અતિશય ખર્ચ, પ્રદર્શન અને ત્યારબાદ ઉપજતા આર્થિક તણાવને અટકાવવા માટે સમસ્ત કોળી સમાજ દાહોદ જિલ્લાનું સામાજિક બંધારણ–2025 જાહેર કરાયું હતું. જે નિયમોનો હેતુ સમાજમાં સમાનતા, સાદગી અને આર્થિક સ્થિરતા જાળવવાનો છે. સમાજના નવા નિયમોની મુખ્ય જોગવાઈઓ (2025થી અમલ) સગાઈ પ્રસંગે માત્ર 11 કે 21 માણસો જ લાવવા–લેવા., કોઈપણ પ્રસંગમાં માત્ર ચા અને ગોળ–ધાણાનો જ ઉપયોગ, લગ્નમાં એક જ DJ, લગ્ન પ્રસંગમાં કપડાનું ઓઢણ અને નોતરીયાળમાં વાજિંત્ર લાવવાનું સંપૂર્ણ બંધ, જમણવાર – દાળ-ભાત, રોટલી, શાક અને એક જ મીઠાઈ, કન્યાદાનમાં જરૂરિયાત મુજબના ઘર વપરાશના વાસણો, દાગીના – 250 ગ્રામ ચાંદીના પાયલ અને 1 તોલાનો સોનાનો દોરો, દરેક ગામમાં દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન, અન્નનો બગાડ નહીં કરવાની જાહેરાત કરાઈ છે. કોઈપણ પ્રસંગમાં બીડિ, સિગારેટ, તમાકુ, પાન–ગૂટકા નો ઉપયોગ નહીં., મરણ પ્રસંગે માત્ર કફન પ્રથા; કોઈ પણ પ્રકારનાં વાજિંત્ર નહીં., બારમો – માત્ર ગામની ભજન મંડળી; ભેટ–વસ્તુઓ પૂર્ણ પ્રતિબંધિત, સમાજના કોઈપણ પ્રસંગમાં દારૂ કે અન્ય નશો પકડાયેલ વ્યક્તિને ₹11,000 દંડ, ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાઓમાં લગ્ન જેવી ઉજવણીઓ સદંતર બંધ રાખવાની જાહેરાત કરાઇ હતી. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર, દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર, ભૂતપૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ સહિત બક્ષી પંચ મોરચાના પ્રમુખ સરદારભાઈ ઉપસ્થિત રહ્યા હતા. સમાજ સુધારા માટે બંધારણ બનાવ્યું છે
આજના આ મોંઘવારીના યુગમાં સમાજ ખોટા કુરિવાજો અને અંધશ્રદ્ધાઓથી ઘેરાયેલો છે. ત્યારે સમાજ એ પોતાનો એક આગવું બંધારણ બનાવી અને સમાજને ખોટા કુરિવાજો ખર્ચાઓ અને વ્યસનથી દૂર થાય. સાથે આર્થિક સંકડામણમાંથી ગરીબ કે મધ્યમ વર્ગનો માણસ જે લાચારી થી જીવન જીવી રહ્યો છે. અને એના લીધે ઘણીવાર દેવાના બોજમાં ન કરવાનું કરી બેસે છે. જેથી બંધારણ બહાર પાડ્યું જેનાથી સમાજમાં સુધારા આવે અને આવા બનાવ ન બને.> શ્રી મહેશ્વરાનંદ, દાહોદ જિલ્લા એકતા મહાસંઘ અધ્યક્ષ
કોળી સમાજનું 2025થી નવું સામાજિક બંધારણ અમલમાં:કોઇ પણ પ્રસંગમાં માત્ર ચા-ગોળ-ધાણાનો જ ઉપયોગ, લગ્નના જમણવારમાં એક જ મીઠાઇ, કોઇ પ્રસંગમાં દારૂ કે નશો કરતા પકડાય તેને 11,000નો દંડ
📅 Published: November 17, 2025 |
📂 Category: Uncategorized
