મહિસાગર મહિલા હેલ્પલાઇન 181 ટીમ દ્વારા લીબોદરા ચોકડી પાસેથી એક અજાણી મહિલા સખી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય અને કાઉન્સિલગ માટે લાવવામાં આવી હતી. ત્યારબાદ યુવતીને શાંતિ થી બેસાડી પૂછપરછ કરવામાં આવતા તેને પોતાનું નામ જોશના વિનોદભાઈ ભગોરા જણાવ્યું હતું. ત્યારબાદ તેઓ કંઈ પણ બોલતા ન હતા અને થોડા માનસિક અસ્વસ્થ હોય તેમ લાગી રહ્યું હતું. ત્યારબાદ યુવતીનું સતત કાઉનસેલીગ કરતા તેઓ ગામનું નામ વિરપુર જણાવતા હતા. પિતાનું નામ વિનોદભાઈ જણાવતા હતા. ત્યારબાદ યુવતીને વિરપુર ગામનું નામ બોલતા તેને મહિસાગરના વિરપુર તાલુકામાં પણ લઈ ગયા હતા પરંતુ તેને આ મારૂં ગામ નથી તેમ જણાવ્યું હતું. ત્યારબાદ યુવતીનું વધુમાં કાઉન્સેલીગ કરતાં તેમણે જણાવ્યું કે હું રેલ્લાવાડા ગામમાં ખરીદી કરવા જતી હોવાનું જણાવ્યું હતું. તેથી સખી વન સ્ટોપ સેન્ટરનાં સ્ટાફ દ્વારા લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ત્યારબાદ ટાઉન પોલીસ દ્વારા તપાસ કરતાં જાણવા મળેલ કે યુવતી રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના બિચ્છુંવાડા તાલુકાના વિરપુર ગામના હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ટાઉન પોલીસ સ્ટેશનમાં સંકલન કરીને પોલીસ સ્ટાફ તેમજ સખી વન સ્ટોપ સેન્ટરનાં સ્ટાફ દ્વારા યુવતીને તેઓનાં પરીવાર સાથે મિલન કરાવ્યું હતું.
સખી વન સ્ટોપ સેન્ટરની સરાહનીય કામગીરી:લુણાવાડાથી મળેલી અસ્વસ્થ યુવતીનું રાજસ્થાનના પરિવાર સાથે મિલન
📅 Published: November 17, 2025 |
📂 Category: Uncategorized
