ફતેપુરીના બૂટલેગરે ડેરીના ચેરમેનને ધમકી આપી:ચેરમેન હું બનવાનો છું તમારાથી થાય તે કરી લો

📅 Published: November 17, 2025 | 📂 Category: Uncategorized

કાલોલ તાલુકાના અલવા ગામ નજીક ફતેપુરી ગામે રહેતા રંગીત ઉર્ફે ડેન્જો છત્રસિંહ રાઠોડને ઘરે એલસીબી પોલીસે રેડ કરી પ્રોહી મુદામાલ કબજે કર્યો હતો. ત્યારે સાંજના સમયે નશાની હાલતમાં રંગીતસિંહ ઉર્ફે ડેન્જો છત્રસિંહ રાઠોડ ડેરી પર આવી ક્યાં છે ચેરમેન ક્યાં છે સેક્રેટરી રમેશભાઈ તેમ કહી બંનેને હટાવી દઈશ અને ચેરમેન હું બનવાનો છું તમારાથી થાય તે કરી લો ડેરી પણ બંધ કરાવી દઈશ તેવી ધમકી આપી ગાળો બોલતો હતો. જે અંગે સેક્રેટરી ચેરમેન તેમજ ડેરીના સભ્યો દ્વારા કાલોલ પોલીસમાં બુટલેગર વિરૂધ્ધ અરજી આપી હતી. જેની જાણ બુટલેગરને થતા ચેરમેનના ઘરે આવી ચેરમેનના પુત્ર રાહુલને જણાવ્યુ હતુ કે, તારા પિતા સુરેન્દ્રસિંહ મારી વિરુદ્ધ ફરિયાદ કરવા ગયા છે. તેમ કહી ગંદી ગાળો બોલી મારી નાખવાની ધમકી આપતા 112 ને ફોન કરતા પોલીસ આવી હતી. ડેરીના ચેરમેન સુરેન્દ્રસિંહ રાઠોડે કાલોલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બુટલેગર સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *