લખતર તાલુકાના ઓળક ગામે આવેલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં ડંકો વગાડ્યો હતો. જેમાં અલગ-અલગ વિભાગમાં જુદી જુદી સ્પર્ધામાં તાલુકામાં અવ્વલ આવી સારો દેખાવ કર્યો હતો. આગામી સમયમાં વિદ્યાર્થીઓ જિલ્લાકક્ષાએ રમવા જનાર હોવાનું જાણવા મળ્યું હતું. લખતર તાલુકાકક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો હતો. જેમાં તાલુકાનાં ઓળક ગામની ઓળક માધ્યમિક શાળાનાં વિદ્યાર્થીઓએ જુદી જુદી કેટેગરીમાં અલગ અલગ રમતોની સ્પર્ધામાં ડંકો વગાડ્યો છે. જેમાં ખો-ખો, દોડ, લાંબી કૂદ, ઊંચકૂદ સહિતની 7 જેટલી રમતોના વિભાગમાં તાલુકામાં પ્રથમથી તૃતીય ક્રમ મેળવ્યો છે. જેમાં વાત કરીએ તો, કિરણબેન ધારશીભાઇ ગાબુ યુ-17 એથ્લેટીકસ(200 મી.દોડ)માં પ્રથમ, એકતાબેન અમૃતભાઇ બાવળિયા યુ -17 એથ્લેટીકસ(400મી.દોડ) માં પ્રથમ, દિવ્યાબેન વિરમભાઇ માલકિયા યુ -17 એથ્લેટીકસ (ચક્રફેક)માં પ્રથમ, નીરજ અશોકભાઇ પરમાર યુ -17 એથ્લેટીકસ (ઉચીકુદ)માં બીજો, રાધિકાબેન સંજયભાઇ ઓળકિયા યુ -17 એથ્લેટીકસ (લાબી કુદ)માં ત્રીજો, નરેન્દ્રભાઇ રામદેવભાઇ બાવળીયા યુ -17 એથ્લેટીકસ (લાબી કુદ)માં ત્રીજો તથા નીતીનભાઇ બુધાભાઇ ભંકોડીયા યુ -17 એથ્લેટીકસ(1500 મી.દોડ)માં ત્રીજો નંબરે આવ્યા છે. શાળાના વિધાર્થીઓએ આચાર્ય કે.કે.પટેલના માર્ગદર્શન હેઠળ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો.
ઓળક હાઇસ્કૂલનો તાલુકાકક્ષાના ખેલ મહાકુંભમાં ડંકો:લાંબી કૂદ, ઊંચકૂદ સહિત 7 રમતોમાં તાલુકામાં પ્રથમથી તૃતીય ક્રમ મેળવ્યો
📅 Published: November 17, 2025 |
📂 Category: Uncategorized
