મનપાનું નવું આયોજન:સુરેન્દ્રનગરમાં 2500 મિલકતધારકને ઓનલાઇન ટેક્સના મેસેજમાં 1500થી વધુ લોકોએ ટેક્સ ભર્યો

📅 Published: November 17, 2025 | 📂 Category: Uncategorized

સુરેન્દ્રનગર વઢવાણ સંયુકત પાલિકા હતી ત્યારે ટેક્સ ભરવામાં લોકો હોતી હૈ ચલતી હૈ કરતા હતા. પરંતુ મનપા આવ્યાની સાથે જ કડક વસૂલાત કરતા આવક વધી ગઇ છે. મનપાએ પ્રાયોગિક ધોરણે લોકોને ટેક્સના મેસેજ કરવાનું આયોજન કર્યું હતું. મનાપામાં કુલ 1.20 લાખ મિલકત નોંધાયેલી છે. જે પૈકી વોર્ડ નં 8માં કુલ 6 હજાર મિલકત નોંધાયેલી છે. તેમાં જે 2500 લોકોના મોબાઇલ નંબર મનપામાં રજિસ્ટર થયા છે તેવા લોકોને ટેક્સ મેસેજ કરીને લીંક મોકલવામાં આવી છે. આ લીંકની મદદથી લોકો ઘરે બેઠા ટેક્સ ભરી શકશે. 2500માંથી 1600થી વધુ લોકોએ ઓનલાઇન ટેક્સ ભર્યો હતો. આ પ્રયોગથી મનપાની આવકમાં પણ વધારો થયો છે. સંયુકત પાલિકામાં દરરોજ રૂ. 30થી 40 લાખના ટેક્સની આવક થતી હતી જ્યારે વર્તમાન સમયે મનપામાં આ આંક 2 કરોડ સુધી પહોચી ગયો છે. મનપાના આ પ્રયોગનો લાભ લેવા માટે મિલકત ધારકો પોતાનો મોબાઇલ નંબર મનપામાં રજિસ્ટર કરાવે તે જરૂરી છે. મારા કામની વાત
લીંક ખોલતાની સાથે પ્રોપર્ટીની વિગત મળી જશે
મનપાએ પ્રાયોગિક ધોરણે જે લોકોને લીંક મોકલી છે તે મિલકત ધારકે ટેક્સ મેસેજની લીંકને ક્લીક કરવાની રહેશે. ક્લીક કરતાની સાથે સ્ક્રિન ખુલી જશે. જેમાં ઘર નંબર અને વોર્ડ નંબર નાંખવાથી તમારી મિલકતની તમામ વિગત, નામ, બાકી રૂપીયા પણ બતાવશે. તેના ઉપરથી ઓનલાઇ પેમેન્ટ કરતા ભરેલા પૈસાની પોચ પણ બતાવશે. મિલકત ધારક તે પહોંચની પ્રિન્ટ કાઢીને સાચવી શકે છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *