સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળાની શરૂઆત થવા સાથે સ્વાદ રસીકોને રીંગણનો ઓળો યાદ આવતો હોય છે.ત્યારે તાજેતરમાં પડેલા કમોસમી વરસાદમાં રીંગણનો ફાલ બગડતા આવક ઓછી થઇ છે. અને ભાવ રીટેઇલમાં 200એ પહોંચ્યો છે. રીંગણના ભાવ ગત વર્ષ અંદાજીત 120થી 140 આવા સમયે હતો. સુરેન્દ્રનગર જિલ્લાની જનતા સ્વાદ રસીક છે તેમાય શિયાળાની રૂતુમાં લોકો અવનવી વાનગીઓ માણતાહોય છે.જેમાં ખાસ હોય છે રીંગણાનો ઓળો ત્યારે શિયાળો બેસે એટલે ઝાલાવાડમાં આખા રીંગણાંનું શાક અને ઓળાની રિમાન્ડ વધી જાય છે. ગામડાના રીંગણાંની મીઠાશ જ સ્વાદ પરખું ને અહીં ખેંચી લાવતી હોવાથી રીંગણાંની માગ જિલ્લા ભરમાં રહે છે. પણ છેલ્લા કેટલાક દિવસોથી રીંગણાના ભાવ ઐતિહાસિક સપાટી વટાવી રહ્યા છે.ઓક્ટોબરમાં કમોસમી વરસાદ સતત અઠવાડિયું વરસ્યો જેની અસર શાકભાજી ના ઉત્પાદન પર પંથકમાં પડી છે. ઓછું ઉત્પાદન થવાના કારણે માર્કેટમાં શાકભાજી ઓછી આવે છે. શિયાળામાં રીંગણાની માગ સૌથી વધુ હોય છે તે રીંગણીમા ફૂલ ખરી જવાના કારણે સામાન્ય રીતે જે યાર્ડમાં રોજના 2000 મણ આવતા હતા તેના સ્થાને સાવ થોડા આવે છે. આથી ભાવો 200 રૂપીયા કિલો સુધી રીટેઇલમાં પહોંચ્યા છે.ત્યારે રીંગણના ઓળા અને ભડથુ નાભાવ શહેરમાં કિલોના 290થી 300 રૂપીયે કિલો વેચાઇ રહ્યા છે. રાજુભાઇ સેક્રેટરી વઢવાણ માર્કેટીંગ યાર્ડ સાથે સીધીવાત
સવાલ – હાલ યાર્ડમાં રીંગણના ભાવ શું ચાલે છે?
જવાબ – હાલ યાર્ડમાં 80-100કિ લોએ ચાલે છે સવાલ – રીંગણા કેટલી આવક થાય છે?
જવાબ – નિયમીત કરતા હાલ 25થી 30 ટકા ઓછી છે સવાલ – ઓછી આવકનુ કારણશુ?
જવાબ – વરસાદના કારણે નુકશાન થતા આવક હાલ સાવ એટલે સાવ ઓછી છે ભાસ્કર એક્સપર્ટ
હોલસેલ ભાવમાં 150 અને રીટેઇલમાં 200 સુધી વેચાયછે ઉપરથી જ રીંગણાની આવક હાલ ઓછી હોવાથી હોલસેલ ભાવે રૂ.150 ના ભાવે જઈ રહ્યા છે.જે છૂટક માર્કેટમાં રૂ.200 સુધીમાં વેચાય છે. > નિકુલભાઇ રામી, શાકભાજી વેપારી ગત વર્ષ કરતા વાવેતર ઘટ્યું
સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષ 2023-24માં રીંગણનુ વાવેતર જિલ્લામાં 1064 હેક્ટરમાં થતા ઉત્પાદન 19790 મેટ્રીકટન ઉત્પાદન થયુ હતુ.જ્યારે વર્ષ 2024-25માં 930 હેક્ટરમાં વાવેતર સાથે 17302 મેટ્રીક ટન ઉત્પાદ થયુ હતુ. આમ ગત વર્ષમાં કરતાં આ વર્ષે ઉત્પાદનમાં ઘટાડો થયો છે. રાજુભાઇ સેક્રેટરી, વઢવાણ માર્કેટીંગ યાર્ડ
કમોસમી વરસાદનો માર:રીંગણાનો ભાવ રૂ. 200, ઓળો રૂ. 300ને પાર : ગત વર્ષ કરતાં રૂ. 80 વધ્યા
📅 Published: November 17, 2025 |
📂 Category: Uncategorized
