સરદાર પટેલની પ્રતિમાનું અપમાન:એકતા યાત્રા બાદ સરદાર પટેલની મૂર્તિને એકલી છોડી

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

લોખંડી પુરુષ સરદાર પટેલની 150મી જયંતી અંતર્ગત ભાજપ દ્વારા શહેરની 5 વિધાનસભામાં યુનિટી માર્ચનું આયોજન કર્યું હતું. સંગમ ચાર રસ્તાથી નીકળેલી યુનિટી માર્ચ બાદ સરદાર પટેલની ટેમ્પામાં મૂકેલી પ્રતિમાને તરછોડી દેવાતાં વિવાદ થયો છે. કોંગ્રેસે સરદાર પટેલનું અપમાન ગણાવી ભાજપના નેતાઓ પાસે માફીની માગ કરી છે. ભાજપ દ્વારા વિધાનસભા દીઠ યુનિટી માર્ચનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત સંગમ ચાર રસ્તાથી નીકળેલી યુનિટી માર્ચમાં ભાજપના નેતાઓ, કાઉન્સિલર અને કાર્યકરો જોડાયા હતા. યુનિટી માર્ચમાં ટેમ્પામાં સરદાર પટેલની પ્રતિમાને લવાઈ હતી. જેના હાર-તોરા કરાયા બાદ યુનિટી માર્ચ શરૂ કરી હતી. યાત્રા બાદ કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે રોડ પર જ પ્રતિમા સાથેનો ટેમ્પો છોડી દેવાયો હતો. આખી રાત સરદાર પટેલની હાર-તોરા કરેલી પ્રતિમા સાથેનો ટેમ્પો ત્યાં પડી રહ્યો હતો. પદયાત્રા બાદ સરદાર પટેલની પ્રતિમા તરછોડી દેવાતાં વિવાદ થયો હતો. કોંગ્રેસના કાર્યકરોએ સ્થળે જઈ વિરોધ કર્યો હતો અને ભાજપના નેતા સરદાર પટેલની માફી માગે તેવી માગ કરી હતી. ભાજપના નેતાઓની કથની અને કરણીમાં ફરક, સરદાર પટેલનું અપમાન કરાયું,જાહેરમાં માફી માગે
ભાજપ દ્વારા સરદાર પટેલના નામે કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. રવિવારે યોજાયેલી પદયાત્રા બાદ મૂર્તિને જાહેરમાં જ રઝળતી મૂકી છે. જે સાબિત કરે છે કે, ભાજપની કથની અને કરણીમાં તફાવત છે. ભાજપના નેતાઓએ સરદાર પટેલનું અપમાન કર્યું છે. તેઓએ જાહેરમાં માફી માગવી જોઈએ. > ઋત્વિજ જોષી, પ્રમુખ, શહેર કોંગ્રેસ


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *