દિવાળી પહેલાથી ખેડૂતો દ્વારા જેનો વિરોધ થઈ રહ્યો છે તે અદાણી કંપની દ્વારા ખાવડા થી હડદડ વીજ ટ્રાન્સમિશન લાઈનનું કામ ખેડૂતોના માલીકીના ખેતરોમાંથી વીજ પોલ નાખવાનુ કામ ચાલુ છે. ખેડૂતોને એક પણ રૂપિયો આપ્યા વગર પોલીસને સાથે રાખીને ખેડૂતોને અને તેમની બહેન દિકરીઓ ઉપર લોકશાહીને ન શોભે તેવો અત્યાચાર થઈ રહયો છે તેવા આક્ષેપ સાથે કિસાન સંઘ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. કિસાનોએ કરેલી રજૂઆત મુજબ કલેકટરના હુકમને આગળ ધરીને કંપની દ્વારા દાદાગીરી થઈ રહી છે. જિલ્લા સમાહર્તા દ્વારા એવો તો કેવો હુકમ કરી આપેલ છે અમને ખબર નથી પડતી. ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, તાત્કાલિક પોલીસ પ્રોટેક્શન હટાવો કારણ કે હવે ખેડૂતોમાં ખુબ રોષ છે. જેના કારણે ન છુટકે અમારા સંગઠન દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડે છે. આ આંદોલન દરમિયાન કાંઈ પણ પરિસ્થિતિ નિર્માણ થશે તો તેની જવાબદારી વહીવટી તંત્ર અને સરકારની રહેશે તેવી ચીમકી ભારતીય કિસાન સંઘના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ આપી હતી. ઉલ્લેખનીય છે કે, ભચાઉ તાલુકાના વાંઢિયા ગામના ખેડૂતો ખેતરોમાં દોઢ મહિનાથી પંડાલ લગાવીને અદાણી કંપની સામે ધારણા કરી રહ્યા છે. કિસાનો યોગ્ય વળતરની માગ કરી રહ્યા છે તેની સામે કંપની પોલીસને સાથે રાખીને ખેડૂતો પર અત્યાચાર કરી રહી છે તેવા આક્ષેપો ઉઠ્યા છે. આ સમગ્ર પ્રકરણના પડઘા રાજ્યમાં પડ્યા હોય તેમ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ખેડૂતોમાં આક્રોશ છે. જિલ્લા સમાહર્તાને રજૂઆત કરતી વખતે કિસાન સંઘ જિલ્લા પ્રમુખ કરમણ ગાગલ, લડત સમિતિના પ્રમુખ શિવજી બરાડિયા, જળ આયામ પ્રમુખ ભીમજી કેસરીયા, ઉપપ્રમુખ પુરષોત્તમ પોકાર, કિશોર વાસાણી, રામજી ડાંગર, પ્રેમજી લાખાણી જોડાયા હતા. પુરષોત્તમ પોકાર, કિશોર વાસાણી, રામજી ડાંગર, પ્રેમજી લાખાણી જોડાયા હતા.
કિસાન સંઘની ચીમકી:આંદોલન દરમિયાન જે પરિસ્થિતિ નિર્માણ થશે તેની જવાબદારી વહીવટી તંત્રની :
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
