108ના સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી:અકસ્માતમાં ઈજાગ્રસ્તનો કિંમતી સામાન 108 સ્ટાફ દ્વારા પરત અપાયો

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

ભુજ-ભચાઉ હાઈવે પર કનૈયાબે અને ધાણેટી વચ્ચે બે બાઈક ભટકાતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.અકસ્માતના બનાવમાં ઘવાયેલા માધાપરના યુવક પાસે રોકડ અને સોનાના દાગીના હતા જે સ્થળ પર પહોચેલ 108 ના સ્ટાફ દ્વારા સહીસલામત તેમના પરિવારજનોને સોપવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ રવિવારે રાત્રે આઠ વાગ્યાના અરસામાં કનૈયાબે અને ધાણેટી વચ્ચે અકસ્માત સર્જાયો હતો.બે બાઈક ભટકાતા માધાપર જુનાવાસમાં રહેતા વિમલભાઈ ગુસાઈ અને ભુજના જયનગરમાં રહેતા બે લોકોને ઈજા પહોચી હતી. અકસ્માત થતા દિનેશકુમારે 108 ને જાણ કરી હતી જેથી તાત્કાલિક ધાણેટી 108 એમ્બ્યુલન્સ સ્ટાફના ઈએમટી સચિન ઠાકોર અને પાયલોટ સવાભાઈ રબારી સ્થળ પર પહોચ્યા હતા.ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયેલા હોવાથી સ્થળ પર જરૂરી સારવાર કર્યા બાદ તેમને તાત્કાલિક ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઈજા પામેલા માધાપરના વિમલભાઈ ગુસાઈ પાસે એક સ્માર્ટ મોબાઈલ,સોનાનો દોરો,સોનાની વીંટી અને રોકડ રૂપિયા 5 થી 6 હજારનો મુદ્દામાલ હતો.108 ના સ્ટાફે ઘાયલ યુવાનનો કિંમતી મુદ્દામાલ હોસ્પિટલ પહોચેલા તેના પરિવારજનોને સહીસલામત રીતે સોપતા ટીમનો આભાર માન્યો હતો.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *