કચ્છ યુનિવર્સિટીના મેનેજમેન્ટ સ્ટડીઝ વિભાગ દ્વારા ઈન્ડિયન ઈકોનોમિક્સ એન્ડ એલાઈડ સાયન્સિસ એસોસિએશન (IEASA) તથા મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ સાથેના સહયોગથી 19 થી 21 નવેમ્બર દરમિયાન 6મી વાર્ષિક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ભુજમાં આયોજન કરાયું છે. યુનિવર્સિટીના કુલપતિ અને IEASA પ્રમુખ ડો. મોહન પટેલે જણાવ્યું કે, આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના પ્રખર શિક્ષણવિદો, નીતિ-નિર્માતાઓ, ઉદ્યોગ નિષ્ણાતો અને સંશોધકો જોડાશે. કાર્યક્રમમાં કી-નોટ લેકચર્સ, પેનલ ચર્ચા, બ્રેઇન સ્ટોર્મિંગ સેશન તેમજ આંતરરાષ્ટ્રીય ઓનલાઇન સેશનનો સમાવેશ કરાયો છે.કોન્ફરન્સમાંથી મળતા સૂચનોના આધાર પર એક નિતી પત્ર તૈયાર કરીને સરકારને પાઠવવામાં આવશે. કોન્ફરન્સ દરમિયાન ACT દ્વારા સસ્ટેઇનેબલ વોટર મેનેજમેન્ટ પર પેરલલ ટેકનિકલ સેશન યોજાશે. યુનિવર્સિટીમાં રીસર્ચ મહત્વનુ છે અને આવા કાર્યક્રમો થકી રીસર્ચ માટેના નવા દ્વાર ખુલી રહ્યા છે. કોન્ફરન્સ કન્વીનર પ્રોફેસર વિજય વ્યાસે જણાવ્યું કે, ઉદ્ઘાટન સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા કરવામાં આવશે.ચીફ ગેસ્ટ તરીકે દીનદયાળ પોર્ટના ચેરમેન સુશીલકુમાર સિંહ હાજર રહેશે. ગેસ્ટ ઓફ ઓનર તરીકે અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશનના સીઇઓ રોબિન ભૌમિક અને ગુરુ ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટી, બિલાસપુરના વાઈસ-ચાન્સેલર પ્રોફેસર આલોકકુમાર ચક્રવાલ ઉપસ્થિત રહેશે.કોન્ફરન્સ પ્રેસિડેન્શિયલ એડ્રેસ પ્રોફેસર તુષાર શાહ દ્વારા આપવામાં આવશે. અન્ય મહેમાનોમાં IEASA ફાઉન્ડર પ્રમુખ અને પેટ્રન ડૉ. ગિરિરાજસિંહ રાણા, પ્રોફેસર સંજય પાસવાનનો સમાવેશ થાય છે. વેલેડિક્ટરી સેશનમાં ઉચ્ચ શિક્ષણના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા તેમજ મહેમાન તરીકે દીપક વોરા, સમાપન સત્રના ગેસ્ટ ઓફ ઓનર તરીકે અદાણી સ્કિલ ફાઉન્ડેશન એક્ઝિક્યુટિવ ડીરેક્ટર વસંત ગઢવી અને અદાણી હેલ્થકેરના હેડ પંકજ દોશી ઉપસ્થિત રહેશે. IEASA સેક્રેટરી પ્રોફેસર અલોક કુમારે વિકસિત ભારત @ 2047 થીમ હેઠળ નક્કી કરાયેલા 10 ટેકનિકલ સેશનોની વિગતો રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં કુલ 127 રિસર્ચ પેપર રજૂ થશે.પાંચ પુસ્તકોનું વિમોચન થશે.જ્યારે 4 જર્નલ રિલીઝ કરવામાં આવશે.કાર્યક્રમ પૂર્વે યોજાયેલ તાલીમમાં વિદ્યાર્થીઓને રિસર્ચ પેપર લખવા બાબતે સમજ અપાઈ હતી આ કોન્ફરન્સના રિપોર્ટ તૈયાર કરનાર 3 વિદ્યાર્થીને સન્માનિત કરવામાં આવશે.કચ્છ યુનિવર્સિટીના 70 પીએચડી વિદ્યાર્થીઓ સહિત અન્ય વિસ્તારમાંથી પણ લાભાર્થીઓ આવશે. રજિસ્ટ્રાર ડૉ. અનિલ ગોરે જણાવ્યું કે, આ કોન્ફરન્સ ગહન ચર્ચાઓ, નિષ્ણાતોના માર્ગદર્શન અને રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ તરફ અર્થપૂર્ણ યોગદાન આપશે.જ્યારે શિક્ષણ ક્ષેત્ર ઉદ્યોગ અને સમાજ સાથે ચાલે ત્યારે વિકાસ શક્યતા નહીં, પરંતુ નિશ્ચિતતા બની જાય છે.કાર્યક્રમના ડેપ્યુટી કન્વીનર ડૉ. કનિષ્ક શાહ, આસિસ્ટન્ટ કન્વીનર ડૉ. શીતલ બાટી રહ્યા છે. કચ્છમાં સંશોધનની શક્યતા ઘણી છે એટલે પસંદગી કરાઈ
આ પરિષદ માટે કચ્છની જ પસંદગી કેમ કરાઈ તેવા સવાલનો જવાબ આપતા આઇશાના સેક્રેટરી પ્રોફેસર આલોક કુમારે જણાવ્યું કે,ગત વર્ષે આ અધિવેશન નોર્થ ઇસ્ટ ચેરાપુંજીમાં અને તે પૂર્વે કાશ્મીર શ્રીનગરમાં આયોજીત કરાયું હતું. કચ્છમાં સંશોધનની તક ઘણી છે જેમાં પ્રવાસનની સાથે ઉદ્યોગનો પણ સમાવેશ થાય છે.બહારથી ડેલીગેટ્સ આવશે અને તેઓ કચ્છને સમજી કચ્છની વાત રજૂ કરશે તેમજ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે જે ઉપયોગી સાબિત થશે. આ મુદ્દાઓ પર 3 દિવસ દરમ્યાન થશે ચર્ચા
આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન:સંશોધનના દ્વાર ખોલવા 19 થી 21 નવેમ્બર સુધી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
