બાળકની સિધ્ધિને વર્લ્ડવાઇડ બુક ઓફ રેકર્ડમાં સ્થાન:9 વર્ષના દિવીતે 5.08 મિનિટમાં 610 આંકડાના સરવાળા કર્યા

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

નવસારીના સૂપા ગામની સુરત પરણેલી યુવતીના 9 વર્ષીય દીકરાએ માત્ર 5.08 મિનિટમાં એક પછી એક 610 આંકડાઓનો સરવાળો કરી બતાવી મેન્ટલ મેથ્સ ગણિતમાં સિદ્ધિ મેળવી,જેને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકર્ડ એ માન્ય કરી છે. નવસારીના સૂપા (ગુરુકુળ) ગામની યુવતી વૃંદાબેન દેસાઇના લગ્ન સુરત થયા, જેમને 9 વર્ષીય દીકરો છે. અડાજણ સ્વામિનારાયણ સ્કૂલમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતો દીકરો દિવીત જેનીલ દેસાઈ અભ્યાસમાં ટોપર તો છે પણ મેન્ટલ મેથ્સમાં કાઠુ કાઢ્યું છે. મળતી માહિતી મુજબ માસ્ટર દિવીતે માત્ર અડધી સેકન્ડના અંતરે એક પછી એક દેખાતા 610 એક અંકના નંબરનો ઉમેરો 5 મિનિટ 8 સેકન્ડમાં જ પોતાના મનથી પૂર્ણ કર્યો હતો. તેણે આ માટે કોઈ પેન, કેલ્ક્યુલેટર, પેન્સિલનો પણ ઉપયોગ કર્યો નહીં અને મગજથી જ ગણિતના આંક ગણી બતાવ્યા હતા. આ સિદ્ધિ માટે ટાઇમ સ્પીડ એકાગ્રતા ખૂબ જરૂરી હતી. આ સિદ્ધિના રેકર્ડના દાવાને વર્લ્ડ વાઇડ બુક રેકર્ડે માન્ય કરી સર્ટિફિકેટ પણ આપ્યું છે. દિવીતે આ સિદ્ધિ દીપેશ દેસાઈના માર્ગદર્શન હેઠળ મેળવી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *