ચેતજો:લગ્નની બનાવટી કંકોત્રીની એપીકે‎ફાઇલ તમારા બેન્કનું એકાઉન્ટ ખાલી કરી શકે છે‎

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

હાલમાં લગ્નની સિઝન આવી છે ત્યારે હેકરો ડિજિટલ માધ્યમથી છેતરપિંડી કરવા સક્રિય બન્યા છે. નવસારી પોલીસે આવા લગ્નની બનાવટી કંકોત્રીની apk લીંક ન ખોલવા અપીલ કરી છે. જો તમે WhatsApp પર લગ્નની કંકોત્રીથી આમંત્રણ પ્રાપ્ત કરો છો, તો ચેતવવું ! આજકાલ ‘વોટ્સએપ વેડિંગ સ્કેમ’નો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેમાં લોકોના મોબાઈલમાંથી બધા ડેટા અને નાણાં ગુમાવાની ઘટના વધી રહી છે. આ બાબતે નવસારી સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લોકોને સચેત રહેવા અપીલ કરી છે. વોટ્સએપ ઉપર બનાવટી કંકોત્રી અંગે કેવી રીતે ફ્રોડ થાય છે. તે અંગે સાયબર એડવોકેટ ચિરાગ લાડે માહિતી આપતા જણાવ્યું કે આ ફ્રોડ બ્રાહ્ય રીતે દેખાતો નથી પરંતુ આ એક સાયબર ક્રાઇમ છે, જેમાં સાયબર હેકર વોટ્સએપ ઉપર લગ્નના આમંત્રણ સાથે વ્યક્તિના ડેટાને હેક કરી શકે છે. હેકરો દ્વારા મોકલેલી લીંકમાં જણાવ્યું હોય કે “સ્નેહીજન, આપ સહપરિવાર આપનું આમંત્રણ છે. અમારી લગ્નની પાર્ટી ખાસ છે. જોવાનું ચૂકશો નહીં !’ આ સાથે, APK ફાઈલ (Android Package File) અથવા લીંક મોકલવામાં આવે છે. આ લીંક ઉપર ક્લિક કરવાથી હેકરોએ માલવેર અથવા સ્પાયવેર હોઈ શકે છે.જેથી તમારું મોબાઇલ હેકર્સના કંટ્રોલમાં આવી શકે છે અને તમારા ખાતાની માહિતી મળવા લાગે છે. કોઈવાર તમારા મોબાઈલની ગેલેરી અને કોન્ટેક્ટ ડિલીટ થઈ જાય છે. નાણાંકીય એપ્લિકેશન જેવી કે ગુગલ પે, ફોન પે, પેટીએમ અને નેટ બેંકિંગ હેક જેવી એપ્લિકેશન્સ પણ હેક થઈ શકે છે. દેશમાં થયેલા કેટલાક તાજેતરનાં કિસ્સાઓ


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *