બાળકોના જીવ જોખમમાં:વલસાડમાં નવી આંગણવાડીમાં બે બાળક બેઠા હતા ને છતનો પોપડો પડ્યો

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

વલસાડના દેરા ફળિયા વિસ્તારમાં આવેલી નવી આંગણવાડી 24 એપ્રિલ 2025ના રોજ શરૂ કરાઇ હતી.જેમાં સોમવારે બાળકો જ્યારે નાસ્તો કરતા હતા ત્યારે જે બાળકો નાસ્તો કરીને પરવારી ગયા તેમને બાજૂના રૂમમાં લઇ જવાયા હતા પણ બે બાળક નાસ્તો કરવાના બાકી હતા તેઓ આંગણવાડી વર્કર સાવિત્રીબેન સાથે બેઠા હતા ત્યારે અચાનક સ્લેબના છતનો પોપડો ખરી પડ્યો હતો. જેની પોપડીઓ નીચે બેસેલા એક બાળક ઉપર પડતાં સાવિત્રીબેને તાત્કાલિક તેને સાઇડે કરી ચેક કરતાં કોઇ મોટી ઇજા નહિ જણાતાં રાહત અનુભવી હતી.આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ડોક્ટરે આવી બાળકને તપાસ્યો
પાલિકાના ઇજનેર હિતેશ પટેલને જાણ કરાતા વલસાડ મ્યુનિસિપલ હોસ્પિટલના ડો.રોહન પટેલ સાથે આંગણવાડી ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં ડોકટરે બાળકને ચેક કરતાં કંઇ ગંભીર ન હોવાનું અને હોસ્પિટલ કે દવાખાને લઇ જવાની જરૂરત ન હોવાનું જણાવ્યુ હતું. માથા ભાગે પોપડી લાગી હતી.> સુમિત્રાબેન પટેલ, આંગણવાડી વર્કર


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *