સ્પાઇસજેટે તેના ઓપરેશનલ કાફલામાં વધુ 4 એર ક્રાફ્ટનો સમાવેશ કર્યો છે. આ સાથે એરલાઈનનો કુલ કાર્યકારી કાફલો 39 એરક્રાફ્ટનો થઈ ગયો છે. આ નવા 4 એરક્રાફ્ટના ઉમેરા સાથે સ્પાઇસજેટે એક મહિનાથી વધુ સમયમાં કુલ 19 વિમાનો તેના કાફલામાં ઉમેર્યા છે. આ 19 એર ક્રાફટમાંથી 4 એર ક્રાફટ વેટ લિઝ પર લેવાયેલા છે અને એક અગાઉ ગ્રાઉન્ડ કરાયેલું બોઇંગ 737 મેક્સ વિમાન ફરીથી સેવામાં આવ્યું છે. જે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ રૂટ પર કનેક્ટિવિટીમાં વધારો કરશે. એરલાઇનની દૈનિક ફ્લાઇટ્સ વધીને 180 પર પહોંચી
આ વધારાના એરક્રાફ્ટ શિયાળુ શેડ્યૂલને મોટો વેગ આપશે, જે તહેવારોની અને રજાઓની સિઝન દરમિયાન વધી રહેલા પેસેન્જર ટ્રાફિકને ધ્યાનમાં રાખીને કરાયો છે. સપ્ટેમ્બર, 2025 સુધીમાં સ્પાઇસજેટ રોજના 100 ફ્લાઇટ્સ ઓપરેટ કરતું હતું. નવા એરક્રાફ્ટના ઉમેરા સાથે એરલાઇનની દૈનિક ફ્લાઇટ્સ હવે વધીને 180 પ્રતિ દિવસ પર પહોંચી ગઈ છે. નવેમ્બરમાં નવા 15 એરક્રાફટનો ઉમેરો
અગાઉ 6 નવેમ્બરના રોજ બજેટ એરલાઇન Spicejet એ શિયાળાની મુસાફરીની મોસમ પહેલા તેના કાફલાને વધુ મજબૂત બનાવવા માટે લીઝ પર 5 નવા એરક્રાફ્ટનો ઉમેરો કર્યો હતો. ત્યારબાદ ફરી 5 એરક્રફ્ટ લિઝ પર લીધા હતા અને હવે ફરી 4 એરક્રફ્ટ લિઝ પર લેતા આ સાથે કુલ નવા એરક્રાફટની સંખ્યા હવે 15 થઈ ગઈ હતી. ત્યારે Spicejet એ વધુ 4 એરક્રાફ્ટ ઉમેરીને કુલ 19 એરક્રાફ્ટ વધુ ઉમેર્યા છે.
સ્પાઇસજેટમાં વધુ 4 એરક્રાફ્ટનો ઉમેરો:રોજના 180 ફ્લાઇટ્સ સાથે શિયાળું સિઝનની તૈયારી; નવેમ્બરમાં નવા 15 એરક્રાફટના ઉમેરા સાથે સંખ્યા 19 થઈ
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
