ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કુલ 72 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના વિવિધ આગેવાનો અને મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રક્તદાન શિબિર ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ મહેશ સિંહ કુશવાહના જન્મદિવસ નિમિત્તે યોજવામાં આવી હતી. વસ્ત્રાલ વોર્ડ અને વટવા વિધાનસભાના યુવા આગેવાનો કુલદીપ રાજપૂત અને સુશીલ રાજપૂત દ્વારા સેવાના ઉદ્દેશ્યથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં વટવાના ધારાસભ્ય બાબુસિંહ જાધવ, બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ, ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામસિંહ ઠાકુર, પ્રદેશ અધ્યક્ષ મહેશસિંહ કુશવાહ અને શહેરાધ્યક્ષ વિનય મિશ્રા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામસિંહ ઠાકુરે ,કુલદીપ રાજપૂતની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે પ્રદેશ અધ્યક્ષ સમક્ષ કુલદીપ રાજપૂતને શહેરની યુવા ટીમમાં યુવા મહામંત્રી તરીકે નિયુક્ત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
ઉત્તર ભારતીય વિકાસ પરિષદે રક્તદાન શિબિર યોજી:મહેશ સિંહ કુશવાહના જન્મદિવસ નિમિત્તે 72 યુનિટ રક્ત એકત્ર થયું
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
