વિશ્વ હિન્દુ પરિષદ વિધિ પ્રકોષ્ઠ દ્વારા પ્રતિભા સન્માન:વકાલત ક્ષેત્રના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) વિધિ પ્રકોષ્ઠ દ્વારા 15 નવેમ્બરના રોજ પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વકાલત ક્ષેત્રના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી સમાજમાં પ્રેરક ઉદાહરણ પૂરું પાડવાનો હતો. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે 81 વર્ષીય કર્નલ વિનોદ ફાળનેકર અને ફેમિલી કોર્ટ કાઉન્સેલર, નિઃસ્વાર્થ ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એડવોકેટ શ્રીમતી શિલ્પા દવે ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોના પ્રેરણાદાયી વક્તવ્યથી વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત સૌનો ઉત્સાહ વધ્યો હતો. મુખ્ય અતિથિઓના વક્તવ્ય બાદ, તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.નિઃસ્વાર્થ ફાઉન્ડેશન સંસ્થા તરફથી એડવોકેટ શ્રીમતી શિલ્પા દવે અને તેમની ટીમે વિશ્વ હિન્દુ પરિષદ વિધિ પ્રકોષ્ઠનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *