સૌરાષ્ટ્રમાં 6 માસમાં રૂ.4.40 કરોડની ખનીજ ચોરી ઝડપાઈ:ખનીજ માફીયાઓ માટે મોરબી, રાજકોટ, જામનગર સ્વર્ગ સમાન, સિરામિક ઉદ્યોગોની ચીજવસ્તુઓનું ખનન વધ્યુ

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

સૌરાષ્ટ્રમાં ખનીજ ચોરી બેફામ રીતે થઈ રહી છે ત્યારે રાજકોટ ખાણ ખનિજ વિભાગની ફલાઇંગ સ્કવોડે છેલ્લા 6 મહિનામાં અધધ રૂ.4.40 કરોડની ખનીજ ચોરી પકડી પાડી છે. જેમાં ખનિજ માફિયા માટે રાજકોટ, મોરબી, જામનગર જિલ્લો સ્વર્ગ સમાન હોવાનું માલુમ પડયું છે. કારણકે ત્રણેય જિલ્લામાં જ 80 ટકાથી વધુ ખનીજ ચોરી ઝડપાઈ છે. સૌરાષ્ટ્રમાં ખનીજ ચોરીના 195 કેસ દાખલ કરવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ મોરબી જિલ્લામાંથી ખનીજ ચોરી ઝડપાઈ છે. રાજકોટ ઝોન ખાણ ખનિજ વિભાગની ફલાઈંગ સ્કવોડની અલગ-અલગ ટીમો આખા સૌરાષ્ટ્રમાં ગેરકાયદે ખનિજ ખનન, વહન અને સંગ્રહ પર નજર રાખે છે. એપ્રિલ -2025 થી ઓકટોબર-2025 દરમિયાન ફલાઈંગ સ્કવોડે રાજકોટ, અમરેલી, જામનગર, જૂનાગઢ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં રૂટીન પેટ્રોલિંગ અને બાતમીના આધારે તપાસ હાથ ધરીને ગેરકાયદે ખનીજ પરિવહનના અધધ 169 કેસમાં રૂ.3.6 કરોડની ખનીજ ચોરી પકડી પાડી હતી. આ સાથે ખનિજ ખોદકામના 25 કેસમાં રૂ.1.30 કરોડ અને સંગ્રહના એક કેસમાં રૂ.3.49 લાખની ખનીજ ચોરીનો પર્દાફાશ કર્યો હતો. સૌથી વધુ મોરબી જિલ્લામાં 47 ડમ્પર અને 12 હિટાચી મશીન સાથે રૂ.2 કરોડની વધુની ખનીજ ચોરી પકડાઈ છે. બીજા નંબરે રાજકોટ જિલ્લામાં 49 ડમ્પર અને 4 હિટાચી મશીન સાથે રૂ.97 લાખ તો ત્રીજા ખનીજ ચોરીમાં અત્યાર સુધી મહત્તમ રેતી, મોરમ, માટી, બિલ્ડીંગ લાઈમ સ્ટોન ઝડપાતા હતા પરંતુ હવે ખાસ કરીને સિરામિક ઉદ્યોગમાં વપરાતા ચાઈના કલે, ફાયર કલે, બોળ કલે સિલિકા સેન્ડના પણ ગેરકાયદે પરિવહન અને સંગ્રહના કેસ વધવા લાગ્યા છે. જોકે, આ આંકડા માત્ર ફલાઇંગ સ્કવોડની કાર્યવાહીના છે, દરેક જિલ્લામાં ખાણ ખનિજ વિભાગ દ્વારા પકડાયેલી ખનીજ ચોરીનો આંક બહુ મોટો હોય છે. 6 માસમાં ક્યાંથી કેટલી ખનીજ ચોરી ઝડપાઈ? મોરબી – રૂ.2 કરોડ રાજકોટ – રૂ.97 લાખ જામનગર – રૂ.55.31 લાખ સુરેન્દ્રનગર – રૂ.28 લાખ પોરબંદર – રૂ.22.55 લાખ જૂનાગઢ – રૂ.19 લાખ ભાવનગર – રૂ.11.80 લાખ અમરેલી – રૂ.4.68 લાખ બોટાદ – રૂ.1.50 લાખ


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *