ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળની નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG) દ્વારા રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોના શિક્ષકોમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે ‘રીસર્ચ ફેલોશિપ પ્રોજેક્ટ’ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી (SPU)ના ત્રણ અધ્યાપકોને કુલ 6.50 લાખ રૂપિયાની સંશોધન ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ ગ્રાન્ટ વર્ષ 2023-24 અને 2024-25 માટે મંજૂર કરવામાં આવી છે. જેમાં ડૉ. સૌરભ એસ. સોનીને “Surfactant Based Aqueous Electrolytes For Rechargable Zinc lon Batteries” પ્રોજેક્ટ માટે 3.50 લાખ રૂપિયા, ડૉ. વિરાજ એન. રોઘેલિયાને “Impact Of A Knowledge-Based Intervention Programme On Awareness And Attitudes Related To Menopause Among Women (35-55 Years)” પ્રોજેક્ટ માટે 2 લાખ રૂપિયા અને ડૉ. કોમલબેન વિમલકુમાર પટેલને “Cost-Benefit Analysis Of Residential Solar Photovoltaic Systems (RSPVS) In Anand Taluka” પ્રોજેક્ટ માટે 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ સિદ્ધિ બદલ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલે અધ્યાપકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટીના અધ્યાપકોએ સંશોધન ક્ષેત્રે યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે.
SPUના ત્રણ અધ્યાપકોને 6.50 લાખની સંશોધન ગ્રાન્ટ:'રીસર્ચ ફેલોશિપ પ્રોજેક્ટ' યોજના હેઠળ મંજૂર, અધ્યાપકોએ સંશોધન ક્ષેત્રે યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
