ગોધરા અટલ ઉદ્યાન વોકવે પર ઝાડી-ઝાંખરા:નગરપાલિકાએ સફાઈ અભિયાન શરૂ કર્યું

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

ગોધરા શહેરના અટલ ઉદ્યાન (સીતાસાગર) વોકવે પર ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરા અને ગંદકીને દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શિયાળાની શરૂઆત થતાં નગરજનોને વોકવેનો લાભ મળી રહે તે હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી આ વોકવે પર અતિશય ગંદકી અને ચારે તરફ ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા હતા, જેના કારણે ગોધરાના નગરજનોને વોકવેનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. ઘણા નાગરિકોએ વોકવે પર ચાલવાનું બંધ કરી દીધું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગોધરા નગરપાલિકાના પ્રમુખ જયેશભાઈ ચૌહાણે નગરપાલિકાના અધિકારીઓ પાસે વોકવેનું નિરીક્ષણ કરાવ્યું હતું. નિરીક્ષણ બાદ, તેમણે પવડી વિભાગના કર્મચારીઓને તાત્કાલિક ધોરણે ઝાડી-ઝાંખરા અને ગંદકી દૂર કરવા સૂચના આપી હતી. આ સૂચનાના પગલે, આજરોજ વહેલી સવારથી જ પવડી વિભાગના કર્મચારીઓ દ્વારા વોકવેની સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થતાં સિનિયર સિટીઝન સહિત ગોધરાના તમામ નગરજનો ફરીથી સ્વચ્છ અને સુવિધાયુક્ત વોકવેનો લાભ લઈ શકશે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *