કોંગ્રેસે વાપી પાલિકાને 30 દિવસનું અલ્ટીમેટમ આપ્યું:ડેપ્યુટી કમિશ્નરે ડિસેમ્બર અંત સુધી રસ્તા પૂરાં કરવાની ખાતરી આપી

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

વાપી કોંગ્રેસે શહેરના બિસ્માર રસ્તાઓના મુદ્દે મહાનગરપાલિકાને 30 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. આ મામલે ડેપ્યુટી કમિશ્નરે ડિસેમ્બર અંત સુધીમાં રસ્તાઓના સમારકામની ખાતરી આપી છે અને નાગરિકોની અસુવિધા બદલ માફી માંગી છે. કોંગ્રેસ અગ્રણી ખંડુભાઈ પટેલની આગેવાની હેઠળ વાપી કોંગ્રેસ સમિતિએ પાલિકાને આવેદનપત્ર સુપરત કર્યું હતું. જેમાં જણાવાયું હતું કે ચોમાસા દરમિયાન 13 વોર્ડમાં રસ્તાઓ ખરાબ થવાથી વાહનચાલકો અને રહેવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ટ્રાફિક, અકસ્માત અને વિદ્યાર્થીઓ-દર્દીઓને થતી તકલીફો અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી. કોંગ્રેસ સમિતિએ ચેતવણી આપી છે કે જો 30 દિવસની સમયમર્યાદામાં તમામ રસ્તાઓનું સમારકામ પૂર્ણ નહીં થાય, તો મહાનગરપાલિકા કચેરી સામે ધરણા અને તાળાબંધી જેવા કાર્યક્રમો યોજવામાં આવશે. આ રજૂઆત બાદ વાપી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરે જણાવ્યું હતું કે, બિસ્માર રસ્તાઓની મરામતનું કામ ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. તેમણે ટ્રાફિક સમસ્યા અને અન્ય અસુવિધાઓને કારણે નાગરિકોને પડેલી તકલીફ બદલ માફી માંગી હતી અને પાલિકાના વિકાસ કાર્યોમાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *