મોરબીની પાર્થ પેપર મિલમાં આગ લાગી:લીલાપર રોડ પર વેસ્ટ પેપરનો મોટો જથ્થો બળી ગયો

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

મોરબીના લીલાપર રોડ પર આવેલી પાર્થ પેપર મિલમાં બપોરના સમયે આગ લાગી હતી. મિલના ગ્રાઉન્ડમાં પડેલા વેસ્ટ પેપરના મોટા જથ્થામાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણ થતાં જ મોરબી મહાનગરપાલિકાનો ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટરો દ્વારા આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગને કારણે વેસ્ટ પેપરનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. મોરબી અને આસપાસના વિસ્તારોમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે, તેમ છતાં અહીં ફાયરની આધુનિક સુવિધાઓનો અભાવ હોવાનું પણ સામે આવ્યું છે. ટાંચા સાધનોથી આગ અકસ્માતના સમયે કામગીરી કરવી પડે છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *