રોકાણના નામે 1 કરોડથી વધુની છેતરપિંડીનો કેસ:હાઈકોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં પોલીસે કાર્યવાહીમાં ઢીલ મૂકી હોવાનો ફરિયાદીનો આક્ષેપ

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં 2 મહિના અગાઉ 5 શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. છેતરપિંડીની કેસમાં પોલીસ દ્વારા આરોપી સામે કાર્યવાહીમાં ઢીલ મૂકી હોવાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો છે. જો કે, પોલીસનું કહેવું છે કે આરોપીઓના નિવેદન લેવામાં આવ્યા છે. હાલ હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે છતાં પોલીસે તમામ કાર્યવાહી કરી જ છે. મને રોકાણ કરવાનું કહીને વધારે નફો આપવાની લાલચ આપી હતી
ફરિયાદી જશ ભાટિયાએ જણાવ્યું હતું કે, 2 મહિના અગાઉ મારા સાથે ભગીરથ ચુડાસમા, જયદીપ ચુડાસમ,કિશોર ચુડાસમા સહિત કુલ 5 શખ્સોએ રોકાણ કરવાના બહાને 1 કરોડથી વધારે લીધા હતા. જોકે સોદો કેન્સલ થતા આરોપીઓએ પૈસા પરત મેળવી લીધા હતા, પરંતુ મારા પૈસા પરત આપ્યા ન્હોતા. મને રોકાણ કરવાનું કહીને વધારે નફો આપવાની લાલચ આપી હતી, જોકે નફો કે મૂડી પરત ન આપતા સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે કોઈ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ
ફરિયાદ નોંધાયાના 60 દિવસ બાદ પણ પોલીસ દ્વારા ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી નથી. પોલીસે માત્ર ચાર આરોપીઓને બોલાવીને જામીન આપ્યા છે. જેમાંથી એક આરોપી હજુ જામીન વિના છે. પોલીસ દ્વારા આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ફરિયાદ પણ અમે કોર્ટ દ્વારા નોંધાવી હતી. અમને ન્યાય મળે તેવી આશા છે. પોલીસે કહ્યું-‘કાર્યવાહી કરી છે, કોર્ટમાં કેસ ચાલુ છે’
સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એ ગોહિલે જણાવ્યું હતું કે, ફરિયાદીની ફરિયાદ મળતા જ તમામ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીના નિવેદન લેવામાં આવ્યા છે. ફરિયાદી અને આરોપી બંનેએ પૈસા આપ્યાના પુરાવા છે. આરોપીઓ કેસ મુદ્દે હાઈકોર્ટમાં ગયા છે જેથી હાઈકોર્ટના આદેશની રાહ જોવાઈ રહી છે. પોલીસ દ્વારા અત્યાર સુધી તમામ પ્રકિયા કરવામાં આવી છે. આગળ પણ કરવામાં આવશે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *