રાજ્યના પોલીસ વડા દ્વારા ગુજરાત પોલીસે સૂચના આપી છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા ઝડપાયેલા આરોપીઓની વિગતવાર તપાસ કરી સંપૂર્ણ વિગત સાથે ડિટેઇલ રિપોર્ટ તૈયાર કરી 100 કલાકમાં સબમિટ કરવા સૂચના આપવામાં આવી છે જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ દ્વારા આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને છેલ્લા 30 વર્ષમાં કુલ 1353 આરોપીઓ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલ હોવાનું સામે આવતા તેની તપાસ શરૂ કરી રિપોર્ટ તૈયાર કરવા તજવીજ હાથ ધરી છે જે રિપોર્ટ તૈયાર થઇ ગયા બાદ રાજ્ય પોલીસ વડાને સુપ્રત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત બહાર અન્ય રાજ્યમાંથી રાજકોટમાં આવેલા લોકો અંગે પણ સતત ત્રણ દિવસ સુધી તપાસ કરવામાં આવી હતી જો કે આ તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વ્યક્તિ રાજકોટમાંથી પોલીસને મળી આવેલ નથી એટલે કે રાજકોટ સુરક્ષિત હોવાનું માનવામાં આવી રહ્યું છે. ડીજીપીના આદેશ બાદ રાજકોટ પોલીસે કાર્યવાહી શરૂ કરી રાજકોટ શહેર ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, ફરીદાબાદમાં જે એક્સ્પ્લોઝીવ પકડાયા અને દિલ્લીમાં જે બ્લાસ્ટની ઘટના બની ત્યારથી સુરક્ષા એજન્સીઓ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું હતું આ પછી ગઈકાલે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સાહેબ દ્વારા રાજ્યની અંદર રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા અને તેનો એક ડિટેઇલ રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે જે રિપોર્ટ આગામી 100 કલાકની અંદર તૈયાર કરી રાજ્ય પોલીસ વડા કચેરી ખાતે સુપ્રત કરવાનો છે. જેના ભાગરૂપે રાજકોટ પોલીસ દ્વારા પણ આ અંગે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, NDPS, હથિયાર ધારા, ફેક કરન્સી, ટાડા, પોટા, UAPA, એક્સપલુઝીવ એક્ટ, અને પેટ્રોલિયમ એક્ટ હેઠળ છેલ્લા 30 વર્ષમાં રાજકોટ શહેરમાં 1353 ગુનેગારો ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે જે તમામ આરોપીઓ હાલના સરનામાં, નોકરી ધંધા, પરિવારના સભ્યો, બેન્ક ડિટેઇલ, સોશિયલ મીડિયા એકાઉન્ટ, પરિવારના સભ્યોની પૂરતી વિગત સહીત તમામ બાબતો અંગે પોલીસ રૂબરૂ જઇ તપાસ કરી રહી છે જે તમામની વિગતો એકઠી કરી રિપોર્ટ 100 કલાકમાં તૈયાર કરી ડોઝીયસ ભરી સબમિટ કરવામાં આવશે. આ ઉપરાંત દિલ્લીમાં થયેલ બ્લાસ્ટ બાદ પરપ્રાંતી લોકો અંગે એટલે કે ગુજરાત બહાર અન્ય કોઈ પણ રાજ્યમાંથી આવતા લોકો હોય તેના માટે તપ કરવામાં આવી હતી જેમાં રાજકોટના જુદા જુદા વિસ્તારમાં તપાસ કરતા ગુજરાતમાં તમામ લોકો ધંધા રોજગાર અને મજૂરી અર્થે આવ્યા હોવાનું સામે આવ્યું છે કોઈ શંકાસ્પદ ગતિવિધિ સાથે સંકળાયેલ લોકો મળી આવ્યા નથી. આ ઉપરાંત તમામ ઉપર કાયમ વોચ રાખવા પણ પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે. હાલની સ્થિતિએ રાજકોટ સુરક્ષિત હોવાનો દાવો ઉલ્લેખનીય છે કે ગુનેગારોની યાદી તૈયાર કરવા મળેલ સૂચના અંગે કાર્યવાહી કરવાથી લોકલ પોલીસની ટીમ તેમના વિસ્તારમાં રહેતા આવા ગંભીર ગુનાનાં કે પછી દેશ વિરોધી પ્રવૃતિમાં જોડાયા હોય તેવા આરોપીઓથી અવગત થશે તેમજ તેમની ગતિવિધિઓથી પરિચિત થશે. આ કરવાથી ગુનેગારો ઉપર સ્થાનિક પોલીસની પકડ મજબૂત પણ બનશે અને સાથે સાથે ગુનેગારોમાં પણ એક ફફડાટ પણ જરૂર ઉભો થશે. ઉલ્લેખનીય છે કે બે વર્ષ પૂર્વે રાજકોટમાંથી 3 આતંકવાદીઓ જરૂર પકડાયા હતા પરંતુ હાલની તપાસમાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ ન મળતા હાલની સ્થિતિ રાજકોટ સુરક્ષિત હોવાનો દાવો રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
ડીજીપીના આદેશ બાદ કાર્યવાહી શરૂ:રાજકોટમાં NDPS, ફેક કરન્સી સહીત 6 કેટેગરીની રાષ્ટ્ર વિરોધ પ્રવૃત્તિ કરતા 1353 આરોપીઓ છેલ્લા 30 વર્ષમાં ઝડપાયા, તમામનો વિગતવાર રિપોર્ટ 100 કલાકમાં તૈયાર કરાશે
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
