ફૂડ સેફ્ટી કાયદાના કડક અમલ અંગે સમીક્ષા બેઠક મળી:ફૂડ વિભાગે 1.09 કરોડનો જંગી દંડ વસૂલ્યો, 'ઓપરેશન કિચન ક્લીન'ની અંતર્ગત 51 કારણદર્શક નોટિસ આપી

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મહેસાણા ફૂડ વિભાગ દ્વારા આજે ખાદ્ય સુરક્ષા સલામતી અંતર્ગત જિલ્લા સલાહકાર સમિતિની બેઠક નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ધી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006ના અમલ સહિતની જિલ્લામાં ફૂડ સેફ્ટી સંબંધિત ચાલી રહેલી કામગીરીની સઘન સમીક્ષા કરવામાં આવી હતી. જીરું, પનીર, ઘી સહિતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો
ફૂડ વિભાગ દ્વારા બેઠકમાં રજૂ કરાયેલા અહેવાલ મુજબ, ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી કુલ 1,09,44,764 (એક કરોડ નવ લાખ ચૂમાળીસ હજાર સાતસો ચોસઠ રૂપિયા) ની માતબર રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે જીરું, પનીર, એડિબલ ઓઈલ અને ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. ‘ઓપરેશન કિચન ક્લીન’ની કામગીરીની સમીક્ષા
આ બેઠકમાં મહેસાણા જિલ્લામાં શરૂ કરવામાં આવેલ ‘ઓપરેશન કિચન ક્લીન’ની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં કાર્યવાહીના ભાગરૂપે હોટેલ/રેસ્ટોરન્ટોના સંચાલકોને સ્વચ્છતા અને સુધારા માટેની 51 કારણદર્શક નોટિસો આપવામાં આવી છે, તે બાબતને બિરદાવવામાં આવી હતી. ઊંઝા રેલવે સ્ટેશનને ‘ઈટ રાઈટ રેલવે સ્ટેશન’નું સર્ટિફિકેટ એનાયત
આ ઉપરાંત, ખાદ્ય સુરક્ષાના ધોરણોને પ્રોત્સાહન આપતી ‘ઈટ રાઈટ ઈનિશિયેટિવ’ અંતર્ગત ઊંઝા રેલવે સ્ટેશનને ‘ઈટ રાઈટ રેલવે સ્ટેશન’નું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યું છે. સમિતિના અધ્યક્ષ તથા સભ્યો દ્વારા આગામી સમયમાં ખાદ્ય સલામતી સુનિશ્ચિત કરવાના હેતુસર સમસ્ત કામગીરી સુચારુ રીતે થાય તે માટેના સકારાત્મક સૂચનો આપવામાં આવ્યા હતા.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *